ભરૂચ: વાલિયા પોલીસે રાજકોટ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીની કરી ધરપકડ

રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી શૈલેષ  રાઠોડ રહે.ગામ લાડ તા.ઉપલેટા જી.રાજકોટ વચગાળાના જામીન ઉપરથી ફરાર હોય અને રાજકોટ ગ્રામ્ય પેરોલ

New Update
rajkot b
રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી શૈલેષ  રાઠોડ રહે.ગામ લાડ તા.ઉપલેટા જી.રાજકોટ વચગાળાના જામીન ઉપરથી ફરાર હોય અને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડની ટીમને આરોપી વાલીયા પોલીસ મથક વિસ્તારમા હોવાની માહીતી મળતા વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવતા રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડની ટીમ સાથે મદદમા રહી રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી શૈલેષ  રશીકભાઇ રાઠોડને વાલીયા ગામના બસ સ્ટેશન પાસેથી પકડી પાડી આરોપીનો કબ્જો રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડની ટીમને સોંપવામા આવ્યો હતો
Read the Next Article

ભરૂચ: સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ

  • 2 દિવસથી વરસાદી વરસાદ

  • શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ

  • વાતાવરણમાં ઠંડક

  • હવામાન વિભાગની વરસાદની આગાહી

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો. તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.