Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના મામલે પોલીસે વધુ 4 શખ્સોની ધરપકડ કરી..!

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોના સ્થાને ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા આપીને નોકરીઓ મેળવી હોવાના મામલે યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાવનગર પોલીસે આ મામલે 36 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી 4 આરોપીઓની અટકાયત કરી છે.

X

ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક બોર્ડ તેમજ સરકારી નોકરીઓ અંગેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોના સ્થાને ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા આપીને નોકરીઓ મેળવી હોવાના મામલે યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાવનગર પોલીસે આ મામલે 36 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી 4 આરોપીઓની અટકાયત કરી છે.

ભાવનગર પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી કાંડ અંગે યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ તેમણે જાહેર કરેલા 4 નામો પૈકી સરતાનપરના મિલન ઘૂઘા બારૈયાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા પ્રથમ ભાવનગરના 2 શિક્ષક કે, જેઓ આવા ડમી કાંડના આધારે નોકરી મેળવી છે, તેને ઝડપી લઈ તેના લેપટોપમાં તપાસ કરતાં 70થી વધુ લોકોના બોગસ આધારકાર્ડ તેમજ રિસીપ્ટ બની હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે આ મામલે પોલીસે વધુ આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં ભાવનગર એલસીબી દ્વારા શરદ ભાનુશંકર પનોત, પ્રકાશ ઉર્ફ પીકે કરશન દવે, પ્રદીપકુમાર નંદલાલ બારૈયા, બળદેવ રાઠોડને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ કોઈ વ્યક્તિઓ સામેલ છે કે, કેમ ઉપરાંત ડોક્યુમેન્ટ સાથે કેવી રીતે છેડછાડ કરી તેમજ આર્થિક વહેવારો અંગે પણ પોલીસ દ્વારા વિગતો મેળવવામાં આવશે, જ્યારે પોલીસે આ ઘટનામાં આઈપીસીની વિવિધ કલમો જેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story