Connect Gujarat
ગુજરાત

ભાવનગર : વાટલિયા ગામે દીપડાએ હુમલો કરતાં વૃદ્ધનું મોત

વન વિભાગની બેદરકારી સામે લોકોમાં રોષ.

ભાવનગર : વાટલિયા ગામે દીપડાએ હુમલો કરતાં વૃદ્ધનું મોત
X

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાટલિયા ગામે દીપડાએ અચાનક વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો, ત્યારે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓના ત્રાસથી ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. તાજેતરમાં શેળાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પર હુમલા કરતા દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. ત્યારબાદ શુક્રવારના રોજ તળાજા તાલુકાનું છેવાડાનું ગામ ગણાતું એવું વાટલીયા ગામે વાડામાં સૂતેલા એક 55 વર્ષના વૃદ્ધ ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, ત્યારે દીપડાના આ પ્રાણઘાતક હુમલામાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જોકે, સમગ્ર મામલે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવામાં આવતો નથી, ત્યારે હવે વહેલી તકે દીપડાને પાંજરે પુરાવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે.

Next Story
Share it