જામનગર : કોરોના કાળ દરમ્યાન સેવાકાર્ય કરનાર વ્યક્તિઓને BJP દ્વારા સન્માનીત કરાયા

New Update

કોરોના કાળ દરમ્યાન સેવા આપનાર વિવિધ વોર્ડના કોરોના વોરિયર્સને જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.


જામનગર જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન કોરોના દર્દી અને તેમના સ્વજનો માટે સમાજ ઉપયોગી સેવા કાર્યો કરનાર વ્યક્તિ વિશેષને ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત વોર્ડ નંબર 2માં કોરોના વોરિયર્સને સન્માનીત કરવામાં આવ્યા હતા.


જેમાં વોર્ડના કોર્પોરેટર ડીમ્પલ રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ પ્રગ્નેશ ભટ્ટ તેમજ શહેર સંગઠનના હોદેદારો સહિત વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા આરોગ્ય કર્મીઓ તેમજ સમાજ સેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.