Connect Gujarat
ગુજરાત

ભાજપની ચિંતન બેઠક આજે બીજો દિવસ, 2022ની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ થશે નક્કી

રાજ્યમાં ચૂંટણી માટે ભાજપ ફૂલ એક્શન મોડમાં છે ત્યારે ચૂંટણી પહેલાં ભાજપની ચિંતન બેઠક શરૂ થઇ ગઇ છે.

ભાજપની ચિંતન બેઠક આજે બીજો દિવસ, 2022ની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ થશે નક્કી
X

રાજ્યમાં ચૂંટણી માટે ભાજપ ફૂલ એક્શન મોડમાં છે ત્યારે ચૂંટણી પહેલાં ભાજપની ચિંતન બેઠક શરૂ થઇ ગઇ છે. ત્યારે આજે ભાજપની ચિંતન બેઠક નો બીજો દિવસ છે. ત્યારે ગઇ કાલે રવિવારના રોજ ભાજપની પ્રથમ ચિંતન બેઠક યોજાઇ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ અને સુધીર ગુપ્તા સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં

ભાજપની ચિંતન બેઠક આજે બીજો અને અંતિમ દિવસ છે. આજની આ ચિંતન શિબિરમાં ભાજપ દ્વારા આગામી 2022ની વિધાનસભા ચૂંટણી રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ સાથે ભાજપ દ્વારા બેઠકનું સરવૈયું પણ જાહેર કરવામાં આવશે. ચિંતન બેઠકમાં બોર્ડ નિગમના નામો અંગે ચર્ચા કરવામાં આવશે તો આગામી ચૂંટણી અંગેની પણ બેઠકમાં રણનીતિ ઘડાશે.પ્રથમ દિવસે આ બેઠકમાં સરકાર અને સંગઠન એમ બન્ને દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રજા સુધી પહોંચવા રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ નો લાભ લોકોને વધુને વધુ મળે તે નક્કી કરવામાં આવ્યું હતું.

અને પાર્ટીના હોદેદારો અને મંત્રી જનતા ની વચ્ચે પોહ્ચે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે સંગઠન દ્વારા પેજ સમિતિ અને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. કેન્સવિલે ખાતે ભાજપની બે દિવસીય ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય નેતૃત્વના નેતાઓ પણ હાજર છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ પ્રભારી સુધીર ગુપ્તા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ સંતોષ આ બેઠકમાં હાજર છે. પ્રદેશ પ્રમુખ C.R પાટીલ, સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય 40 હોદ્દેદારો આ બેઠકમાં હાજર છે. ભાજપે ચૂંટણી જીતવા માટે 150 પ્લસ બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે. તેની માટે આદિવાસી અને દલિત સીટ જીતવા પર ફોક્સ થઇ રહ્યું છે.

Next Story
Share it