છોટાઉદેપુર: પાવીજેતપુરના સુસકાલ ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીંની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી તેમને કોઇ છેતરી ન જાય

New Update

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીંની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી તેમને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે હેતું થી જિલ્લામાં ગેરકાયદે અને ડિગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના મુજબ એલસીબી પોલીસે સુસકાલ ગામે નિશાળ ફળિયામાં તેરસીંગભાઇ મગનભાઇ રાઠવાની દુકાનમાં પ્રદિપકુમાર પ્રફુલકુમાર રોયને ઝડપી પાડયો હતો.પ્રદિપકુમાર કોઇપણ જાતની ડોકટર ડિગ્રી વગર ડોકટરની પ્રેક્ટિસ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું બહાર આવ્યું હતું. તે આદિવાસી પંથકના લોકોને એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો પણ મારતો હતો. મૂળ પશ્ચિમ બંગાળના પ્રદિપકુમાર પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા હતાં.