Connect Gujarat
ગુજરાત

સરાહનીય નિર્ણય, વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકોએ ખૈલેયાઓ પરથી GSTનો ભાર હળવો કર્યો

કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રી થઇ રહી છે. પરંતુ જીએસટી ખેલૈયાઓની મજા બગાડી છે. કારણ કે 18 ટકા જીએસટી લગાડવાથી ગરબા પાસમાં ધરખમ વધારો થયો છે.

સરાહનીય નિર્ણય, વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકોએ ખૈલેયાઓ પરથી GSTનો ભાર હળવો કર્યો
X

કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રી થઇ રહી છે. પરંતુ જીએસટી ખેલૈયાઓની મજા બગાડી છે. કારણ કે 18 ટકા જીએસટી લગાડવાથી ગરબા પાસમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો. વડોદરાનાં ગરબા દુનિયાભરમાં જાણીતા છે પરંતુ આ વખતે જીએસટી લગાડતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી છે પરંતુ વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકો આમાંથી બાકાત છે. જી.હા. વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં રમવા જનાર ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. કારણ કે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલનાં આયોજકો જીએસટી નહીં વસુલે.

વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આયોજક મયંક પટેલે વાત કરતાં જણાવ્યું હતુ કે અમે નક્કી કરેલી ફીમાં જ જો જીએસટી ભરવાનો આવશે તો અમારી સંસ્થા જ ભરશે. પરંતુ ખેલૈયા પાસેથી કોઇ પણ પ્રકારની જીએસટીની રકમ લેવામાં આવશે નહીં. મહિલાઓના જે પાસનો ભાવ 200 થી 300 રૂપિયા છે તેમાં માત્ર કુરિયર ચાર્જ લગાડવામાં આવશે. પરંતુ જીએસટી બાબતે અમારી સંસ્થા કોઈ પણ ચાર્જ વસૂલશે નહીં. જો સરકાર દ્વારા જે નિયમ કરવામાં આવ્યો છે તે અનુસાર જીએસટી ભરવાનો થશે તો નોર્મલ ચાર્જ માંથી અમે જાતે જીએસટી ભરી દઈશું, અમારી સંસ્થા જ જીએસટી ભરશે અને ખેલૈયા પાસેથી વધારાની કોઇ રકમ વસુલવામાં આવશે નહીં તેમ મયંક પટેલે જણાવ્યું હતું. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું રજીસ્ટ્રેશન 15 ઓગસ્ટ પછી શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે માસના કોરોનાકાળ બાદ નવરાત્રીના પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. ત્યારે સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતા ખેલૈયાઓ પર ભારણમાં વધારો થયો છે. ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્સ નાખતા ખેલૈયામાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. સાથે આયોજકો પોતાના આયોજનને લઈ અચરજમાં મુકાયા છે.

Next Story