દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના વતની અને ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન નામનું બોર્ડ લગાવીને વિવિધ જગ્યાએ છેતરપિંડી કરતા 7 ઈસમોને મહીસાગર જિલ્લા પોલીસે દબોચી લીધા છે.
પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક મહીસાગર તથા નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડા વિભાગ લુણાવાડાનાઓ તરફથી લુણાવાડા પો.સ્ટે.માં નોધાયેલ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આપી હતી. તે મુજબ લુણાવાડા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ભરવાડનાઓએ પો.સબ.ઇન્સ. જી.સી.માતંગ તથા પોલીસ સ્ટાફની ટીમ બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લુણેશ્વર ચોકી પાસે એક ઇક્કો કાર નંબર જીજે-૨૦-એએચ-૪૬૬૯ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેમાં બેઠેલ ઇસમોની પુછપરછ કરતા તેઓએ પોતાના ખીસ્સામાંથી એક ઓળખ કાર્ડ કાઢી જણાવેલ કે, અમો ક્રાઇમ એન્ડ કરપ્શન કંન્ટ્રોલ એસોસિએશનમાંથી આવીએ છીએ અને અમો દેવગઢ બારીયા પો.સ્ટેના બળાત્કારના આરોપીની તપાસ કરવા માટે આવેલ છીએ. તેવી હકીકત જણાવતા તેઓ ઉપર શક જતા તેઓના નામની ખાત્રી કરતા તમામ દેવગઢ બારીયાના રહેવાસી હોવાનું જણાવી પોતે સરકારી નોકર તરીકેનો સ્વાંગ રચી ખોટી હેસીયતથી હોદ્દાની રૂએ જાહેર નોકર તરીકેની ઓળખ આપી હતી, ત્યારે કારમાં ક્રાઇમ એન્ડ કરપ્શન કંન્ટ્રોલ એસોસિએશનનું બોર્ડ તથા આઇ કાર્ડ સાથે પકડાયેલ સાતેય શખ્સો વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૧૭૦, ૧૭૧ મુજબ લુણાવાડા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાલ લુણાવાડા પોલીસ ચલાવી રહી છે.