Connect Gujarat
ગુજરાત

ડાંગ : રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે "કસુંબીનો રંગ" ઉત્સવ

ડાંગ : રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે કસુંબીનો રંગ ઉત્સવ
X

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીના ઉપલક્ષમાં આગામી તા. ૨૮ ઓગસ્ટના રોજ રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામાં પણ કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લાના કાર્યક્રમને આખરી ઓપ આપતા કલેકટર ભાવિન પંડયાએ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ સ્થિત કૃષિ કોલેજ ખાતે યોજાનારા કસુંબીનો રંગ કાર્યક્રમની સુક્ષ્મ વિગતો આપી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અને આયોજન સંબંધી માર્ગદર્શન આપતા કલેકટરએ આ કાર્યક્રમમા રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, અને સહકાર વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે, તેમ જણાવી જુદા જુદા અધિકારીઓને જવાબદારીઓ સુપ્રત કરી હતી.

તા.૨૮/૮/૨૦૨૧ના રોજ કૃષિ કોલેજ, વઘઈ ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન કવિ મેઘાણીના જીવન કવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મેઘાણી સાહિત્યનું વિતરણ પણ કરાશે. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો, ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરાશે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી કાર્યક્રમ આયોજન અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મંગળ ગાવિત સહીત, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીત, પ્રાંત અધિકારી કાજલ ગામીત, જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા, મદદનીશ રમતગમત અધિકારી રાહુલ તડવી, પોલીટેકનીક કોલેજના પ્રીન્સીપાલ કે.ડી.પટેલ સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં સહભાગી બન્યા હતા.

Next Story