"હવાલાકાંડ-ધર્માંતરણ" કેસમાં ખુલાસા, ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું બહાર આવ્યું...

ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ સુધી તપાસ હાથ ધરવામાં આવશે

New Update

હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં યુપી ATS દ્વારા મોટા ખુલાસા સામે આવ્યા છે. ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ સુધી તપાસ હાથ ધરવામાં આવશે. યુપી ATSની તપાસમાં ધર્માંતરણ માટે 100 કરોડનું વિદેશી ફંડ મેળવ્યું હોવાનું ખુલ્યું છે.

યુપી SIT પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી તપાસ કરવામાં આવશે. જેમાં ધર્માંતરણ કેસમાં પોલીસે બંને આરોપીને 7 દિવસના રિમાન્ડ મળ્યા છે. એટલું જ નહીં, સલાઉદિન સહિતના આરોપીઓને 5 વર્ષમાં હવાલા અને મની લોન્ડરિંગ મારફતે 60 કરોડ રૂપિયા મળ્યા છે. તેમજ 60 કરોડમાંથી 19 કરોડ સલાઉદિનને પોતાના આફરી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ મેળવ્યા હતા. આ નાણાંનો ઉપયોગ ધર્માંતરણ, CAAના આરોપીઓને ચોદાવવા માટે થયો હોવાનું મનાય છે. સલાઉદિન ગેરકાયદેસર પ્રવૃતિઓમાં નાણાનો ઉપયોગ કરતો અને હવાલા મારફતે રૂપિયાથી સરકાર વિરુદ્ધ કોમી તોફાનો કરાવતો હતો. SITની તપાસમાં રોહિગ્યા મુસ્લિમો સાથે કનેક્શન પણ ભાર આવ્યું છે.

આરોપી સલાઉદિન શેખનું રોહિગ્યા મુસ્લિમો સાથે કનેક્શન બહાર આવતા પોલીસને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવાલાકાંડમાં રોહીંગ્યા મુસ્લિમોને ફંડ પહોંચ્યું ખુલાસો થયો છે. સલાઉદિન ફન્ડિંગ કરનારા અબ્દુલ્લાહ ફેકડાવાલાનું પણ રોહીંગ્યા સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. FCRA એકાઉન્ટમાં 19 કરોડ અને 60 કરોડની હેરાફેરી કરાઈ હોવાનું સામે આવ્યું છે. જે બાદ દુબઈના મુસ્તફા અને મુંબઈના જોહરને સમન્સ મોકલી મુસ્તફા અને જોહરને 21 તારીખે SIT સમક્ષ હાજર રહેવા મોકલ્યું હતું.

Latest Stories