Connect Gujarat
ગુજરાત

પૂર્વ સી.એમ. વિજય રૂપાણીનો ભાજપના કોર ગ્રુપમાં સમાવેશ,પી.એમ.મોદીના ગુજરાત પ્રવાસ બાદ લેવાયો નિર્ણય

તમને જણાવી દઇએ કે, અગાઉ ભાજપ સંગઠન દ્વારા 12 સભ્યોની કોર ગ્રુપ સમિતિની રચના કરાઈ હતી.

પૂર્વ સી.એમ. વિજય રૂપાણીનો ભાજપના કોર ગ્રુપમાં સમાવેશ,પી.એમ.મોદીના ગુજરાત પ્રવાસ બાદ લેવાયો નિર્ણય
X

પૂર્વ CM વિજય રૂપાણીનો ભાજપના કોર ગ્રુપ માં સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, અગાઉ ભાજપ સંગઠન દ્વારા 12 સભ્યોની કોર ગ્રુપ સમિતિની રચના કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, જીતુ વાઘાણી, પ્રદીપસિંહ વાઘેલા સહિતના નેતાઓનો સમાવેશ કરાયો હતો. ત્યારે વિજય રૂપાણીનો પણ સમાવેશ કરાયો છે.PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ વિજય રૂપાણીને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે.ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલે થોડા સમય પહેલાં પ્રદેશ કોર ગ્રુપ અને પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોની નિમણૂક કરી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિના બાકી રહ્યા છે.

ત્યારે સૌરાષ્ટ્રની બેઠક જીતવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપે ફરજીયાત પણે આગળ રાખવા પડે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં જ વિજય રૂપાણીનો 13માં સભ્ય તરીકે કોર ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આ કોર ગ્રુપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રજનીકાંત પટેલ, ભાર્ગવ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને ગણપત વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતની મુલાકાત બાદ કોર ગ્રુપના 13માં સભ્ય તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story