Connect Gujarat

ગાંધીનગર: કઝાકીસ્તાનના રાજદૂતે સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત કઝાકીસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત શ્રિયુત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવ એ ગાંધીનગરમાં લીધી હતી

ગાંધીનગર: કઝાકીસ્તાનના રાજદૂતે સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત કઝાકીસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત શ્રિયુત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવ એ ગાંધીનગરમાં લીધી હતી.કઝાકિસ્તાન રાજદૂતે તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાત અંગે પ્રસન્નતા વ્યકત કરતાં મુખ્ય મંત્રીને જણાવ્યું કે, મહાત્મા ગાંધીની આ ભૂમિના દર્શનનું તેમનું સપનું સાકાર થયું છે.મુલાકાત દરમ્યાન તેમેણે ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વ્યાપાર વાણિજ્યની ઉત્કૃષ્ઠતાથી દેશમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે તે માટે અભિનંદન આપતા જણાવ્યું કે, કઝાકીસ્તાન, ભારત અને ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઉત્સુક છે.

કઝાકિસ્તાનના રાજદૂતે ૨૦૧૯માં અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ ફોરમનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે એ સંદર્ભમાં ઉમેર્યું કે, આ ફોરમમાં કઝાકીસ્તાનની કંપનીઓ પણ જોડાઈ હતી અને આઇ.ટી; સ્ટાર્ટ અપ તેમજ મેટલ પ્રોડક્શન માટે પ્રાથમિક તબક્કે એગ્રીમેન્ટ પણ થયા હતા. કઝાકિસ્તાન રાજદૂતે આ મુલાકાત દરમિયાન ખાસ કરીને આઇ.ટી; ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત-ગુજરાત સાથે સ્ટ્રેટીજીક પાર્ટનરશીપ ટાઇ-અપની ઉત્સુકતા દર્શાવી હતી. ગુજરાતના આ ત્રણેય ક્ષેત્રોના વિશાળ અનુભવનો લાભ લેવા કઝાકીસ્તાન આતુર છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઝાકીસ્તાન રાજદૂતને આવકારતા કહ્યું કે, ભારત-ગુજરાત કઝાકસ્તાન સંબંધોના સેતુને વધુ નવી ઊંચાઈ આપવા રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે.

Next Story
Share it