Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: મહાનગર પાલિકા કબ્જે કરવા ભાજપે વોર્ડ દીઠ12 મંત્રીઓને સોંપી જવાબદારી, કોંગ્રેસને સિનિયર નેતાઓ પર ભરોષો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી યોજાનારી આ ચૂંટણી પૂર્વે જ કોરોનાની બીજી લહેર ના કારણે ચૂંટણી મોકૂફ રાખવી પડી હતી.

ગાંધીનગર: મહાનગર પાલિકા કબ્જે કરવા ભાજપે વોર્ડ દીઠ12 મંત્રીઓને સોંપી જવાબદારી, કોંગ્રેસને સિનિયર નેતાઓ પર ભરોષો
X

આગામી ત્રીજી ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી યોજાનારી આ ચૂંટણી પૂર્વે જ કોરોનાની બીજી લહેર ના કારણે ચૂંટણી મોકૂફ રાખવી પડી હતી.હવે ત્રીજી ઓક્ટોબરે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે, ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ડોર-ટૂ -ડોર પ્રચાર શરૂ કર્યો છે. દરેક પાર્ટી પણ નિર્ણાયક મનાતા જંગ માટે વોર્ડ વાઈઝ વ્યવસ્થા ગોઠવી છે. ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારના 12 જેટલા મંત્રીઓને આ જવાબદારી સોંપી છે.11 વોર્ડની આ ચૂંટણીમાં એક વોર્ડ-એક મંત્રીની વ્યવસ્થા છે ત્યારે, એક માત્ર 11 નંબરના વોર્ડમાં બે મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે.

ગાંધીનગર મહાપાલિકા 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી થશે.ભાજપે વોર્ડ નંબર 1 માં જીતુ વાઘાણી,વોર્ડ નંબર 2 માં કિરીટસિંહ રાણા,વોર્ડ નંબર ત્રણમાં ઋષિકેશ પટેલ,વોર્ડ નંબર 4 માં અર્જુનસિંહ ચૌહાણ,વોર્ડ નંબર 5 માં હર્ષ સંઘવી,વોર્ડ નંબર 6 માં પ્રદીપ પરમાર,વોર્ડ નંબર 7 માં પૂર્ણેશ મોદી,વોર્ડ નંબર 8 માં જગદીશ પંચાલ,વોર્ડ નંબર 9 માં અરવિંદ રૈયાણી,વોર્ડ નંબર 10 માં કનુ દેસાઈ,વોર્ડ નંબર 11માં મુકેશ પટેલ, રાઘવજી પટેલને સંયુક્ત રૂપે જવાબદારી સોંપવામાં આવી છે તો બીજીબાજુ ગાંધીનગર મનપા કબજે કરવા કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસે આ માટે સિનીયર નેતાઓને 11 વોર્ડની 44 બેઠકો જીતવા અલગ અલગ વોર્ડ પ્રમાણે જવાબદારી આપી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે પહેલા AAP અને બાદમાં ભાજપ ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીમાં પોતાના ઝંડો ફરકાવવા ફરી એકવાર સિનિયર પર ભરોસો મૂકી મોટા નેતાઓને ગાંધીનગર મનપાની ચૂંટણી જીતાડવા ઉતાર્યા છે

Next Story