ગાંધીનગર : પોર્ન ફીલ્મ અને દારૂએ બનાવ્યો "હેવાન", બાળકીની હત્યા કરી આચર્યું દુષ્કર્મ

ગાંધીનગર પોલીસે એક સિરિયલ કિલરને ઝડપી પાડયો છે. આ નરાધમે એક નહિ પણ ત્રણ ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું છે

New Update

ગાંધીનગર પોલીસે એક સિરિયલ કિલરને ઝડપી પાડયો છે. આ નરાધમે એક નહિ પણ ત્રણ ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું છે અને હેવાનિયતની હદ તો ત્યારે વટી જયારે તેણે એક બાળકીને પહેલા હત્યા કરી અને બાદમાં તેના શરીરને પીખી નાંખ્યું...

Advertisment



ગાંધીનગર જિલ્લામાં આવેલ સાંતેજ ખાતે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારવાનો મામલો પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. જેને લઇ સાંતેજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું છે કે 4 નવેમ્બરે આરોપી તેના મા- બાપ ની ગેરહાજરી ઝુપડીમાં લઇ ગયો હતો જયાં તેની સાથે દુષ્કર્મ કરી બાળકીને કેનાલ પાસે ફેંકી ચાલ્યો ગયો હતો. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની 12 ટીમો કામે લાગી હતી અને એક ફેકટરીમાં લાગેલા સીસીટીવીના આધારે આરોપીના સગડ મળ્યાં હતાં અને પોલીસે વિજય ઠાકોર નામના આરોપીને ઝડપી પાડયો...

આરોપી વિજય ઠાકોર જે મૂળ વાસજડા ગામનો રહેવાસી છે. આરોપીએ બે દિવસમાં કુલ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી છે. જેમાં પહેલા કેનાલ પાસે એક બાળકી મળી આવી જે મેડિકલ સારવાર દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું તે દરમ્યાન 5 નવેમ્બર શુક્રવારના રોજ ખાત્રજ ચોકડી પાસે માબાપ ઝુંપડામાં સુતા હતા એ દરમિયાન તેમની 3 વર્ષની બાળકીને અજાણ્યો ઈસમ ઉઠાવીને લઈ ગયો હતો. આ બીજી બાળકીની લાશ ખાત્રજ તળાવ પાસેથી પાસેથી મળી આવી હતી.

પોલીસ વિભાગની તપાસમાં વિજયજી પોપટજી ઠાકોર બાળકીનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં તેની લાશ ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું.દુષ્કર્મના આરોપી વિજયજી ઠાકોરની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, દીપાવલીના દિવસે આ આરોપીએ છ વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની પણ વિગતો બહાર આવી રહી છે. ત્યારે પોલીસ આવા આરોપીને વહેલામાં વહેલી તકે સજા મળે તે માટે તેની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરશે. અને તેને સખ્ત સજા મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે તેમ ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું છે..

Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment