Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: તાંત્રિકોની ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકો પાસે પૈસા પડાવ્યા,પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ

તાલાલાના પાણીકોઠા ગામે રહેતો મુસા હાજીભાઈ સમા પોતાને માતાજી આવતા હોય તાંત્રિક વિધી કરી નાણાંનો ઢગલો કરવાનો ડોળ કરી લોકો પાસેથી નાણાં, સોનુ પડાવી છેતરપીંડી કરતો હતો

X

ગીર સોમનાથ જિલ્લાની તાંત્રિકોની ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપીંડી આચરતી હોવાનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના પાણીકોઠા ગામે રહેતો મુસા હાજીભાઈ સમા પોતાને માતાજી આવતા હોય તાંત્રિક વિધી કરી નાણાંનો ઢગલો કરવાનો ડોળ કરી લોકો પાસેથી નાણાં, સોનુ પડાવી છેતરપીંડી કરતો હતો અનેક લોકોને નિશાન બનાવ્યા હતા અને પોલીસનો ડર ઉભો કરી ફરિયાદ ન થાય તેવું વાતાવરણ ઉભું કરતો હતો અને તાંત્રિક પ્રવૃત્તિનો ભોગ બનનાર હરકિશન ભાઈ મગનપુરી ગૌસ્વામીએ ફરિયાદ કરતા એલસીબીની ટીમે દબોચી લીધો હતો. હરકિશનભાઈ બે વર્ષ પહેલાં રાજકોટ ચા પીવા બેઠા હતા. તે સાધુ વેશમાં હોઇ અલતાફે પૂછ્યું હતું કે, સાધુ છો, આશ્રમ ચલાવો છો. જોકે, હરકિશનભાઈ એ કહ્યું હતું કે એટલા પેસા નથી. આથી અલતાફે કહ્યું હતું કે, તમે નાણાંની ચિંતા ન કરો પાણીકોઠા ગામે મુસાબાપુ છે તેમને સાક્ષાત માતાજી આવે છે. 500 કરોડનો ઢગલો કરી દેશે.આથી તેને કારમાં બેસાડી મુસાબાપુને ઘેર પહોંચ્યા હતા.અને સાંજે આંબાના ઝાડ નીચે ગોળ કુંડાળું કરી હરકિશનભાઈને બેસાડી મુસાબાપુએ વિધિ કરી હતી. બાદમાં અલગ અલગ ઢોંગ કરી કામરૂપ દેશ, પુસ્કર દેશનું તેલ મંગાવવું પડશે કહી 5.30 લાખ ચૂકવવા કહ્યું હતું.

Next Story