Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સુરત જેવી હીંચકારી ઘટનાને અંજામ આપવા યુવકે યુવતીને માર્યા છરીના ઘા, યુવકની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક માથાભારે યુવકે યુવતીના ઘરમાં પ્રવેશ કરી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો.

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક માથાભારે યુવકે યુવતીના ઘરમાં પ્રવેશ કરી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પીડિત યુવતીના પરિવારે આરોપીને આકરી સજા થાય તેવી માંગ કરી છે.

ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં આવેલ ટાગોર-2 વિસ્તારમાં 21 વર્ષીય તેજસ્વી જોશી નામની યુવતી પોતાના ઘરમાં એકલી હતી. તે દરમ્યાન યસ કારીયા નામના યુવાને ઘરમાં છરી અને એસિડની બોટલ સાથે પ્રવેશ કર્યો હતો. જ્યાં યુવક યસ કારીયાએ યુવતી તેજસ્વી જોશીનું છરી વડે 2 ઘા મારીને ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ સામે પ્રતિકાર કરતા યુવક તેના મનસૂબામાં સફળ થયો ન હતો. યુવકે યુવતી પર હુમલાની ઘટનાને અંજામ આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે, લોહી લુહાણ હાલતમાં પીડિત તેજસ્વીને તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પીડીત યુવતીના પરિજનોએ આરોપી સામે સખતમાં સખત કાર્યવાહી થાય તેવી પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

સુરતની ઘટના બાદ હવે જાણે યુવતી અસલામત હોય તેમ એક બાદ એક હુમલાની ઘટના બની રહી છે, ત્યારે આવા હુમલાઓ બનતા અટકે અને વેરાવળની યુવતીને ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા તપાસ ધરવામાં આવી હતી. યુવતીને ઇજા પહોચાડનાર માથાભારે આરોપી યુવક પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે. પોલીસે યસ કારીયાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ASPએ પત્રકાર પરિષદ યોજી આ હુમલા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું જણાવ્યુ હતું.

Next Story