Connect Gujarat
ગુજરાત

ગોધરાકાંડ બાદના કોમી રમખાણોના 20થી વધુ સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ, વાંચો શું છે મામલો

ગોધરાકાંડ બાદના કોમી રમખાણોના 20થી વધુ સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ, વાંચો શું છે મામલો
X

ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અનેક લોકોના મોત થયા હતા. જેના કારણે પીડિતો અને કેસની તપાસ માટે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. આ તમામ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી, ત્યારે સાક્ષીઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું.

પરંતુ 20 થી 22 એવા લોકો હતા જેમની ક્યાંય જુબાની પણ ન હતી કે ક્યાંય સાક્ષી ન હતા તેવા તમામની સુરક્ષા હટાવી લેવામાં આવી છે.ગુજરાતમાં કોમી રમખાણોની તપાસ દરમિયાન અનેક લોકોને સાક્ષી તરીકે પોલીસ પ્રોટેક્શન મળ્યું હતું. તેઓ પોલીસ સુરક્ષાનો ક્યાંકને ક્યાંક દૂરઉપયોગ પણ કરતા હોવાનું જાણવા મળતું હતું. પરંતુ હવે સરકાર અને પોલીસે આવા બની બેઠેલા સાક્ષીઓની સુરક્ષા હટાવી દીધી છે.

27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. ત્યાર બાદ આ કેસની તપાસ માટે સીટની રચના કરાઈ હતી. જેને પગલે SITએ કુલ 125 આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ટ્રાયલ કોર્ટે 11ને ફાંસીની અને 20 શખ્સોને આજીવન કેદની સજા આપી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે 11 શખ્સોની ફાંસીને સજા આજીવનકેદમાં ફેરવી હતી. આમ હવે યાકુબ સહિત 32ને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આ કેસમાં કુલ 8 આરોપીઓ હજુ પણ ફરાર છે. જ્યારે 63 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ કેસ તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશને કહ્યું હતું કે એસ-6 કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના નહી પણ આગ લગાડવામાં આવી હતી.

Next Story
Share it