ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ટવીટર એકાઉન્ટ ઉપર મોટો છબરડો સામે આવ્યો છે. આરોગ્ય મંત્રાલય વિભાગની ટવીટને સાચી માનીએ તો ગુજરાતના મુખ્યમંત્રી હજી વિજય રૂપાણી જ છે.
આખી ઘટના પર નજર નાંખવામાં આવે તો સોમવારના રોજથી દેશભરમાં 15 થી 18 વર્ષના તરૂણ -તરૂણીઓને કોરોનાની વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરની શાળામાં વેકસીનની કામગીરી નિહાળવા માટે પહોંચ્યાં હતાં. કેન્દ્રના આરોગ્ય વિભાગે આ ઘટનાના ફોટા અને કેપ્સન ટવીટર પર મુકી હતી જેમાં ફોટામાં ભુપેન્દ્ર પટેલ દેખાય છે પણ કેપ્સનમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જ સાંસદ મનસુખ માંડવીયા દેશના આરોગ્યમંત્રી છે તો તેમનો જ વિભાગ આવી ભુલ કેવી રીતે કરી શકે તે પણ સવાલ છે.