ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. દુધાળા પશુ માટે 20 હજારની સહાયની સહાય તો ઘેટાં બકરા માટે 4000ની સહાય આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ કલેકટર ને તાત્કાલિક સહાય ચૂકવવા આદેશ કરવામાં આવ્યા છે. સવારે જૂનાગઢ 88 મિમી, ગીર સોમનાથ 58, ડાંગ 52 મિમી વરસાદ પડ્યો છે. ડાંગના વાસદ અને સુમિરમાં વરસાદ વધ્યો હોવાની માહિતી પણ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સહાય લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. પણ સરકારના ધારાધોરણ મુજબ 31 લોકોને સહાય ચૂકવાશે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.