Connect Gujarat
ગુજરાત

ગુજરાત માટે ગૌરવ: 5 હજાર વર્ષનો ઇતિહાસ ધરબીને બેઠેલ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો

કચ્છના પ્રવાસન સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો. માત્ર સત્તાવાર જાહેરાત બાકી હતી.

ગુજરાત માટે ગૌરવ: 5 હજાર વર્ષનો ઇતિહાસ ધરબીને બેઠેલ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો
X

ધોળાવીરાની સાઇટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. આ ગુજરાત અને કચ્છ માટે ગૌરવની વાત છે. પેરિસ ખાતે યુનેસ્કોની બેઠક મળી હતી જેમાં કચ્છના પ્રવાસન સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો માત્ર સત્તાવાર જાહેરાત બાકી હતી.

આજે સત્તાવાર રીતે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો, ગયા વર્ષે જ ધોળાવીરાને.યુનેસ્કોએ હેરીટેજ સાઇટમાં સામેલ કરવા માટે ડોઝિયર મોકલ્યું હતું. ધોળવીરા સાઇટનું યુનેસ્કોરની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ગયા વર્ષે જ ધોળાવીરાને યુનેસ્કોએ હેરીટેજ સાઇટમાં સામેલ કરવા માટે ડોઝિયર મોકલ્યું હતું. ધોળવીરા સાઇટનું યુનેસ્કોરની ટીમે નિરીક્ષણ કર્યું હતું. આજથી 5000 વર્ષ પ્રાચીન હડપ્પન નગર ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવવાની તમામ ઔપચારિતાઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ તેમની સત્તાવાર જાહેરાત જ બાકી હતી.જે આજે કરી દેવાય છે.

ગુજરાત અને કચ્છ માટે આ ગૌરવની વાત છે કે, વર્લ્ડ હેરિટેજ યાદીમાં કચ્છના ધોળાવીરાને સામેલ કરવામાં આવ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાનું આ સ્માર્ટ સિટીની હાલ સ્થિતિ સારી નથી પરંતુ હવે વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ થતાં હવે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામશે. ભૂજથી અંદાજિત 200 કિલોમીટરના અંતરે ખડીરબેટ પર ધોળાવીર ગામ વસેલું છે. અહીં અંદાજિત પાંચ હજાર વર્ષ પહેલા આ આધુનિક શહેર તરીકે ધમધમતું હતું. આ શહેર પાંચ હજાર વર્ષનો પ્રાચીન ઇતિહાસ ધરબીને બેઠું છે.

Next Story