હળવદ : વેગડવાવ ગામના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ છવાયો

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે... છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

New Update

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે... છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામના આશાસ્પદ રબારી યુવાનનું બાઈક ઉપર બેઠા બેઠા અચાનક જ હૃદય રોગના હુમલાથી મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisment

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ વિભાભાઈ રબારી ( ઉંમર વર્ષ 26 ) પરિવારજનો સાથે બેઠા હતા. ત્યારે બાઈક લઈ થોડે દૂર તેમના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ઘર પાસે પહોંચતા જ બાઈકમાંથી ઢળી પડ્યા હતા. આ બનાવને પગલે પરિવારજનો દ્વારા તાત્કાલિક અશ્વિનભાઈને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરિવારજનોમાં કાળો કલ્પાત મચી ગયો હતો‌. તબીબોની પ્રાથમિક તપાસમાં યુવાનોનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisment