Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી
X

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16-17-18 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ અને દમણ,દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,નવસારી અને તાપીના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાંમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Story