Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 889 નવા કોરોના કેસ નોંધાયા, 1 દર્દીનુ થયું મોત

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 889 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 826 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 889 નવા કોરોના કેસ નોંધાયા, 1 દર્દીનુ થયું મોત
X

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 889 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 826 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં આજે કોરોના સંક્રમિત કુલ 1 દર્દીનું મોત થયું છે. અમદાવાદ શહેરમાં એક મોત થયું છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 889 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 315 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 52, વડોદરા કોર્પોરેશન 64, રાજકોટ કોર્પોરેશનમાં 41, કચ્છમાં 24, સુરતમાં 19, મહેસાણામાં 46, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભાવનગર કોર્પોરેશન 13, ગાંધીનગરમાં 9, પાટણ 44, બનાસકાંઠામાં 8, મોરબીમાં 11, રાજકોટમાં 19 કેસ નોંધાયો છે.

કોરોનાથી આજે રાજ્યમાં કુલ 1 દર્દીઓનાં મોત થયાં છે. જેમાં અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ દર્દીઓના મોતનો આંકડો 10,964 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 5675 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો બીજી તરફ આજે કુલ 826 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. અને આજના આંકડા સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1233370 લોકો કોરોનાથી સાજા થયા છે.

Next Story