રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા છે અને 37 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 13 નવા કેસ નોંધાયા છે.

New Update

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા છે અને 37 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 13 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 8, ગાંધીનગર શહેર અને જિલ્લામાં 2-2, જામનગર, રાજકોટ શહેર અને સુરત શહેર 1-1-1 એમ રાજ્યમાં કુલ 37 કેસ નોંધાયા છે. તો આજે 31 જિલ્લા અને 3 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 755ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 625 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 213 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 211 દર્દીઓની હાલત સ્થિર છે.

Read the Next Article

કચ્છ :  BSF દ્વારા કુડા કેમ્પથી રાપર સુધી તિરંગા યાત્રા અંતર્ગત બાઇક રેલી યોજાઈ,દેશભક્તિના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી

New Update
  • રાપરમાંBSF દ્વારા યોજાઇ તિરંગા યાત્રા

  • BSFની 84 બટાલીયન દ્વારા આયોજન

  • 50 કિ.મી સુધી કરાયું બાઈક રેલીનું આયોજન

  • સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજ્યુ

  • તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી,અને સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. કંપની કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવના નેતૃત્વમાં યોજાયેલી તિરંગા યાત્રા અંતર્ગત બાઈક દ્વારા 50 કિમીનું અંતર કાપીને રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રેલીનું સમાપન થયું હતું.બાઈક રેલીમાં બાલાસર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વી.એસ ઝા તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો.

સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો. લોકોમાં દેશભક્તિ અને દેશ પ્રત્યેના ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.