Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં GST વિભાગ એક્ષનમાં, બોગસ બિલિંગ કરનારા 90 લોકોની ધરપકડ

રાજ્યમાં બોગસ બિલિંગ કરનાર લોકો પર ફરીવાર એસ જીએસટી ડિપાર્ટમેન્ટે તવાઈ બોલાવી છે અને આઈટીસી પાસ ઓન કરતા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ્યમાં GST વિભાગ એક્ષનમાં, બોગસ બિલિંગ કરનારા 90 લોકોની ધરપકડ
X

રાજ્યમાં બોગસ બિલિંગ કરનાર લોકો પર ફરીવાર એસ જીએસટી ડિપાર્ટમેન્ટે તવાઈ બોલાવી છે અને આઈટીસી પાસ ઓન કરતા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ જેમને બોગસ બિલ આપ્યા હતા, તેવાં લોકોને રાજ્ય માંથી શોધી 56 સ્થળોએ જીએસટીની ટીમે સાગમટે દરોડા પાડીને 41 પેઢીઓને ત્યાંથી કરચોરી પકડી પાડી હતી.તાજેતરમાં રાજ્યના એસ જીએસટી વિભાગે અમદાવાદ, ભાવનગર, સુરતમાં દરોડા પાડ્યા હતા. જેમાં બોગસ પેઢીઓ બનાવી તે પેઢીમાં બોગસ બિલિંગ દ્વારા આઇટીસી પાસ ઓન કરતા હતા. આ બોગસ બિલિંગ લેનારાઓના સ્થળે તપાસ કરાઈ હતી. જેમાં 41 પેઢીઓએ કરચોરી કરી હતી.

જેને લઇને એસજીએસટીએ રાજ્યમાં 56 જગ્યાએ સાગમટે દરોડા પાડયા હતા. તપાસમાં મોટા પાયે કરચોરી સામે આવી છે. જેમાં અમદાવાદ સહિત ભાવનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, વાપી, ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગાંધીધામની 41 પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા અમદાવાદમાં સ્ક્રેપ અને સ્ટીલ નો વ્યવસાય કરતી આ પેઢીઓ દ્વારા બોગસ બિલિંગ કરીને કરચોરી કરી હોવાનું અન્વેષણ વિભાગ ધ્યાનમાં આવ્યું હતું. જેથી અમદાવાદના આ 9 પેઢીઓને ત્યાં દરોડા પાડતા મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાના દસ્તાવેજ સામે આવ્યા હતા.

Next Story