Connect Gujarat
ગુજરાત

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નડીયાદ ખાતે ઉજવણી કરાઇ, દેશના ૧૦૦ જેટલા વિભાગોના ૫૦ હજારથી વધારે કર્મચારીઓએ ભાગ લીધો

દેશમાં ૨૧મી જૂનના રોજ આંતરરાટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ જ્યારે આઝાદીના ૭૫મુ વર્ષ ઉજવી રહ્યું છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નડીયાદ ખાતે ઉજવણી કરાઇ, દેશના ૧૦૦ જેટલા વિભાગોના ૫૦ હજારથી વધારે કર્મચારીઓએ ભાગ લીધો
X

દેશમાં ૨૧મી જૂનના રોજ આંતરરાટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ જ્યારે આઝાદીના ૭૫મુ વર્ષ ઉજવી રહ્યું છે તેના ભાગરૂપે ભારત સરકારના તાર-ટપાલ અને સંચાર વિભાગ દ્વારા આજે આંતરરાટ્રીય યોગ દિવસના કાઉન્ટ ડાઉન-૨ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે આજે નડીયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ ની ઉજવણી કરતાં જણાવ્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું કે આ યોગ દિવસની ઉજવણીમાં તાર-ટપાલ અને સંચાર વિભાગના દેશના ૧૦૦ જેટલા વિભાગોના ૫૦ હજાર થી વધારે કર્મચારીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવી દિલ્હીથી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલજીતેન્દ્ર ગુપ્તા, પોષ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાતના પ્રિતીબેન અગ્રવાલ, સુપ્રિટેન્ડન્ટ ઓફ પોષ્ટ ઓફિસ ખેડા મંડલના એન.જી.રાણા સહિત ખેડા ડિવિઝનના પોષ્ટના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story