Connect Gujarat
ગુજરાત

જામનગર : "અતિથિ દેવો ભવ:", વેપાર અર્થે આવેલ તિબેટીયનોનું ભારત-તીબ્બત સંઘ દ્વારા અભિવાદન કરાયું

જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટીયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

જામનગર : અતિથિ દેવો ભવ:, વેપાર અર્થે આવેલ તિબેટીયનોનું ભારત-તીબ્બત સંઘ દ્વારા અભિવાદન કરાયું
X

ભારત-તીબ્બત સંઘ જામનગર દ્વારા પ્રતિવર્ષ શિયાળાની ઋતુમાં વેપાર અર્થે જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટીયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભારત-તીબ્બત સંઘ મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ ડીમ્પલ રાવલ તેમજ સંઘના અન્ય બહેનો દ્વારા શહેરના રાધાકૃષ્ણ મંદિર નજીક મૂળ તિબેટીયનોની લ્હાસા માર્કેટમાં તિબેટીયનોને કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને મોં મીઠું કરાવી સ્વાગત સહ અભિવાદન કરવામાં આવ્યું હતું. ચીનના અતિક્રમણથી પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ભારતના આશ્રયમાં રહેતા મૂળ તિબેટીયનો હર હંમેશ ભારતીય સંસ્કૃતિ સાથે હળીમળીને રહે છે. ભારત-તીબ્બત સંઘ દ્વારા તીબ્બતની ચીન પાસેથી મુક્તિ અને કૈલાશ માન સરોવર ભારતને મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.

આ પ્રસંગે નગરના અતિથિ બનેલા તિબેટીયન ભાઈ-બહેનોને ભારત તીબ્બત સંઘ શહેર-જિલ્લા મહિલા વિભાગ દ્વારા યોજાયેલ સ્વાગત સહ અભિવાદન કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ડીમ્પલ રાવલ, પૂર્ણિમા પંડ્યા, પાયલ શર્મા, નીલમ ગઢવી, પારૂલબેન, દિષિતાબેન, ઇલાબેન, મીનાક્ષીબેન તેમજ ભારતિબેન, વિણા પાઠક, જલ્પાબેન, આશાબેન, રીટા ઝીંઝુવાડિયા અને યુવા વિભાગ પ્રાંત કર્મ ઢેબર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ તિબેટીયનોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

Next Story