Connect Gujarat
ગુજરાત

ભરૂચ : JCIના રાષ્ટ્રિય અધ્યક્ષે લીધી ભરૂચ જિલ્લાની મુલાકાત, JCIના સભ્યો સાથે યોજી બેઠક

ભરૂચ : JCIના રાષ્ટ્રિય અધ્યક્ષે લીધી ભરૂચ જિલ્લાની મુલાકાત, JCIના સભ્યો સાથે યોજી બેઠક
X

આજરોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના વર્ષ 2021ના રાષ્ટ્રિય અધ્યક્ષ દ્વારા ભરૂચ જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચની હોટલ રીજેન્ટા ખાતે JCI ભરૂચના સભ્યો સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના વર્ષ 2021ના રાષ્ટ્રિય અધ્યક્ષ રાખી જૈન મંગળવારના રોજ ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. આ મુલાકાત માટે રાખી જૈન દ્વારા દક્ષિણ ગુજરાતના ઝોન-8માં આવેલ ભરૂચ શહેરની વિશેષ પસંદગી કરવામાં આવી હતી.

ભરૂચની હોટલ રીજેન્ટા ખાતે JCI ભરૂચના સભ્યો દ્વારા JCIના રાષ્ટ્રિય અધ્યક્ષ રાખી જૈનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાખી જૈનની અધ્યક્ષતામાં ભરૂચ JCIના સભ્યો સાથે બેઠક યોજી સેવાકીય પ્રવૃત્તિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ તેઓએ વિવિધ સેવાકીય પૃવૃત્તિ અંગે સમજ અને પ્રોત્સાહન આપી ઉપસ્થિત તમામ JCI સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો.

વર્ષ દરમ્યાન યોજાતા JCIના વિવિધ કાર્યક્રમો જેવા કે, મેગા સેપલીંગ (છોડ) મફત વિતરણ કરવા, ઓનલાઇન ચેસ ટુર્નામેન્ટ, બ્લડ ડોનેશન કેમ્પ સહિત મેડિકલ કેમ્પનું રાષ્ટ્રિય અધ્યક્ષ રાખી જૈનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે JCI ભરૂચના પ્રમુખ JC જગદીશ પટેલ અને તેમની ટીમ દ્વારા રાષ્ટ્રિય પ્રમુખની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રિય અધ્યક્ષ સાથે ઝોન-8ના પ્રમુખ JC ડો. દર્શન મરજાદી, ટુર કો-ઓર્ડિનેટર JC હુસેનભાઈ અને JC મયુરિકા રાજપૂત પણ ભરૂચની મુલાકાત દરમ્યાન કાર્યક્રમના સહભાગી બન્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન JCI ભરૂચ, JCI અંકલેશ્વર અને JCI ઝઘડીયાના સભ્યોએ ભાગ લીધો હતો. તો સાથે જ રાષ્ટ્રિય પ્રમુખની આ મુલાકાતથી સંસ્થાના સભ્યોમાં સામાજીક કાર્યો કરવાનો પણ ઘણો ઉત્સાહ વધ્યો છે.

Next Story