Connect Gujarat
ગુજરાત

ખેડા : સંતરામ મંદિર ખાતે આયુર્વેદિક સારવાર અર્થે હેલ્થ મેળો યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળ્યો...

સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : સંતરામ મંદિર ખાતે આયુર્વેદિક સારવાર અર્થે હેલ્થ મેળો યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળ્યો...
X

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના આદેશ અન્વયે નિયામકશ્રી, આયુષ ગુજરાત રાજ્યના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ પીપળાતા, તા. નડિયાદ, જિ. ખેડા દ્વારા તા. ૧૬/૦૪/૨૦૨૨ ને શનિવારના રોજ સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયુષ મેગા નિદાન સારવાર કેમ્પમાં પંચકર્મ ઓ.પી.ડી., વૈદ્ય જે.કે.શેલિયા અને વૈદ્ય રાજ્ઞેશ દેસાઈ (પીપળાતા હોસ્પિટલ), આયુર્વેદ ઓ.પી.ડી. વૈદ્ય હિતેશ પટેલ મે.ઓ. સોડપુર, ૩.ડાયાબીટીસ ઓ.પી.ડી. વૈદ્ય શ્રધ્ધા ત્રિવેદી મે.ઓ. સિવિલ ઓ.પી.ડી., સ્ત્રી રોગ અને બાલરોગ વૈદ્ય શીતલ પરમાર મે.ઓ. રામોલ, ત્વચા રોગ અને પ્રકૃતિ પરીક્ષણ - વૈદ્ય શ્રીદત્ત ત્રિવેદી મે.ઓ. ડભાણ,.અગ્નિકર્મ ઓ.પી.ડી. વૈદ્ય કૃપા જોષી મે.ઓ. માંકવા અને વૈદ્ય શીતલ પરમાર મે.ઓ. રામોલ, દંતરોગ ઓ.પી.ડી. વૈદ્ય નિતિન નાયક મે.ઓ. મણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ અસારવા જિ.અમદાવાદ, હોમીઓપેથીક ઓ.પી.ડી. ડો. હિરેન જોષી મે.ઓ. પીપળાતા હોસ્પિટલ, ડો. પ્રફુલ ઉપાધ્યાય મે.ઓ. સિવિલ ઓ.પી.ડી., ડો.રમેશ પરમાર મે.ઓ. વલેટવા એ ચિકિત્સક તરીકે સેવાઓ આપી હતી,

તથા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૈદ્ય કૃપા જોષીએ ૧૨ વર્ષ સુધી ના બાળકોને સુવર્ણ પ્રાશન કરાવ્યું હતું. અમૃતપેય ( ઉકાળા) સંશમની વટી અને આર્સેનિકમ આલ્બમ નું પણ વિતરણ કરવામાં આવ્યું. આ આયુષ મેગા નિદાન સારવાર કેમ્પમાં આયુર્વેદ સારવાર લાભાર્થી – ૪૨૫, હોમિયોપેથીક સારવાર લાભાર્થી- ૧૯૬, અગ્નિ કર્મ લાભાર્થી – ૧૬૮, આયુષ પ્રદર્શન લાભાર્થી – ૧૫૦૦, દંતરોગ લાભાર્થી – ૬૪, જાલંધર બંધ થી દંતોત્પાટન –૧૫, સુવર્ણ પ્રાશન લાભાર્થી – ૩૨, પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી – ૩૮, અમૃતપેય( ઉકાળા) સંશમનીવટી અને આર્સેનિકમ આલ્બમના કુલ લાભાર્થી – ૯૫૨ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Next Story