ખેડા : નડીઆદ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અન્નપ્રાશન મંગળ દિવસની વર્ચ્યુઅલી ઉજવણી કરાઇ

ખેડા જિલ્લાના નડીઆદ શહેર ખાતે આઇ.સી.ડી.એસ. ઘટક-૧ હસ્તકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અન્નપ્રાશન મંગળ દિવસની વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવી હતી.

New Update

સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આઇ.સી.ડી.એસ. નડીઆદ ઘટક-૧ હસ્તકના કુલ-૧૨૩ આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુન-૨૦૨૧ માસના ત્રીજા મંગળવાર તા. ૧૫/૦૬/૨૦૨૧ ના રોજ અન્નપ્રાશન દિવસની વર્ચ્યુઅલી (ઓનલાઇન/વિડીયો કોલીંગ) ઉજવણી કરવામાં આવી હતી.

Advertisment

અન્નપ્રાશન દિવસની વર્ચ્યુઅલી ઉજવણી દરમ્યાન આંગણવાડી કાર્યકર દ્વારાં ૬ માસ પૂર્ણ થયેલ હોય તેવા લાભાર્થી બાળકના માતા તથા વાલી સાથે વિડીયો કોલીંગ મારફતે કાઉન્સીલીંગ-સંપરામર્શ કરી બાળકના ૬ માસ પૂર્ણ થયેલ બાળકની પોષણલક્ષી જરૂરીયાતો પૂર્ણ કરવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે ઉપરી આહારની (અર્ધ ઘટ્ટ આહાર) શરૂઆત કરવામાં આવેલ. જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થી બાળક માટે ઉપરી આહારની જરૂરીયાત, તેનું મહત્વ, ઉપરી આહારની બનાવટમાં વિવિધતા, બાલશકિત ટી.એચ.આર.માંથી ઉપરી આહાર તૈયાર કરવાની જાણકારી, બાળકને આહાર આપવા માટેનો સમય અને પ્રમાણ, સ્વચ્છતા, ઉપરી આહારની જાગૃતતા અંગેના ચાવીરૂપ સંદેશા માતા તેમજ પરિવારના સભ્યોને આપી જરૂરી સમજ, માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ. તેમ બાળ વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Read the Next Article

ભાવનગર : પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવારને કરાવ્યો મુક્ત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.

New Update
  • પાલીતાણા પોલીસનો દેવદૂત અવતાર

  • વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવાર મુક્ત

  • 3.50 લાખના ઘરેણાં અપાવ્યા પરત

  • રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,

  • પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલ્યો

Advertisment

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.માત્ર 25 દિવસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે પરિવારના 3.50 લાખના ઘરેણાં પરત અપાવ્યા હતા,અને વ્યાજખોરને જેલમાં ધકેલી દીધો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં રહેતા મગનભાઈજે હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છેતેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમા કાળુભાઈ વાળાની પાસેથી 3 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી.દબાણ હેઠળ મગનભાઈએ પત્નીના 3.50 લાખના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા.છતાં પણ વ્યાજખોરે વધુ 1.50 લાખની માંગણી કરી હતી.

આર્થિક અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા પરિવારે આખરે પોલીસનો સહારો લીધો હતો. પાલીતાણા રૂરલ પોલીસની ટીમે માત્ર 25 દિવસમાં કાર્યવાહી કરીને ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ કામગીરીએ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ ફેલાવ્યું છે.