Connect Gujarat
ગુજરાત

ખેડા : વાંચો, ફાગણી પુનમને ધ્યાને રાખી જિલ્લાના કયા માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરાયા..!

ફાગણસુદ પુનમ (હોળી-ધુળેટી) તહેવાર નિમિત્તે ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે લોકમેળો યોજાનાર છે

ખેડા : વાંચો, ફાગણી પુનમને ધ્યાને રાખી જિલ્લાના કયા માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરાયા..!
X

તા. ૧૫/૦૩/૨૦૨૨થી ૧૯/૦૩/૨૦૨૨ દરમ્યાન ફાગણસુદ પુનમ (હોળી-ધુળેટી) તહેવાર નિમિત્તે ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે લોકમેળો યોજાનાર છે. આ મેળામાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા જેવા જિલ્લામાંથી મોટી સંખ્યામાં યાત્રાળૃઓ પગપાળા દર્શનાર્થે આવતાં હોય છે. જેથી પદયાત્રી રોડ ઉપર વાહનોની અવરજવર ચાલુ રહે તો અકસ્માત અને જાનહાનીના બનાવો બને તે નકારી શકાય નહી. જેથી પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને નીચે મુજબના માર્ગો ઉપર તા. ૧૫/૦૩/૨૦૨૨થી તા. ૧૯/૦૩/૨૦૨૨ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ખેડા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ બી.એસ.પટેલ દ્વારા નડીઆદ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩ (૧)(ખ)થી તેઓને મળેલ સત્તાની રૂએ તા. ૧૫/૩/૨૦૨૨, સ.ક. ૦૬-૦૦થી તા.૧૯/૦૩/૨૦૨૨ ક. ૨૪-૦૦ સુધીના સમય દરમ્યાન નીચે જણાવેલ (એ) મુજબના જાહેરમાર્ગો ઉપર વાહન વ્યવહાર પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવા અને (બી)માં જણાવ્યા મુજબના જાહેરમાર્ગો ઉપર થઈ વાહનવ્યવહાર પસાર થવા માટેના વૈકલ્પીક રૂટોનો ઉપયોગ કરવા સંબધી નીચેની વિગતે પ્રતિબંધ ફરમાવેલ છે.

{A} વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવાના જાહેર માર્ગો

(૧) રાસ્કા પોટા હટ કેનાલ (અમદાવાદ રોડ) થી મહેમદાવાદ, ખાત્રજ ચોકડી અલીણા ચોકડી, ગાયોના વાડા ડાકોર, મહુધા ટી-પોઈન્ટ ડાકોર સુધી જતો-આવતો તમામ વાહન વ્યવહાર.

(૨) ખેડા ચોકડીથી ખાત્રજ ચોકડી તરફ જતા વાહનો.

(૩) નડીઆદ કમળા ચોકડીથી ખાત્રજ ચોકડી થઈ મહેમદાવાદ અને અમદાવાદ તરફ જતો તમામ વાહન વ્યવહાર.

(૪) નડીઆદ થી સલુણ થઈ ડાકોર તરફ જતા તમામ મોટા વાહનો.

(૫) નડીઆદ બિલોદરા જેલ ચોકડીથી મહુધા થઈ કઠલાલ, કપડવંજ તરફ જતા મોટા વાહનો.

(૬) કઠલાલ ચોકડીથી મહુધા ચોકડી થઈ નડીઆદ, મહેમદાવાદ તરફ આવતા તમામ મોટા વાહનો.

(૭) લાડવેલ ચોકડીથી ડાકોર તરફ આવતા તમામ મોટા વાહનો.

(૮) અમદાવાદ ઈન્દોર રોડ ઉપર કઠલાલ તાલુકાના સીતાપુર પાટીયાથી મહીસા થઈ અલીણા ચોકડી તરફથી આવતા મોટા વાહનો.

(૯) સેવાલીયા તરફથી ડાકોર તરફ આવતા તમામ મોટા વાહનો.

(૧૦) સાવલીથી ગળતેશ્વર બ્રિજ થઈ, અંબાવ થઈ ડાકોર તરફ આવતા તમામ વાહન વ્યવહાર.

{B} ઉપરોક્ત જાહેર માર્ગો ઉપરનો વાહન વ્યવહાર બંધ થતા વાહન વ્યવહાર પસાર થવા માટેના વૈકલ્પિક રસ્તાઓ

(૧) રાસ્કા પોટા હટ કેનાલ (અમદવાદ રોડ) થી મહેમદાવાદ, ખાત્રજ ચોકડી, મહુધા ચોકડી, અલીણા ચોકડી, ગાયોના વાડા, મહુધા ટી-પોઈન્ટ ડાકોર તરફ આવતો તમામ વાહન વ્યવહાર રાસ્કા પોટા હટથી ડાયવર્ટ કરી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના હીરાપુરા ચોકડી થઈ આગળ જશે. તેજ રીતે મહુધા-ટી પોઈન્ટ ડાકોરથી અલીણા, મહુધા, મહેમદાવાદ, ખાત્રજ ચોકડી, રાસ્કા પોટા હટ તરફ આવતો તમામ વાહન વ્યવહાર મહુધા-ટી પોઈન્ટ ડાકોરથી લાડવેલ ચોકડી થઈ આગળ જશે.

(૨) ખેડા ચોકડીથી મહેમદાવાદ- ખાત્રજ ચોકડી થઈ મહુધા તરફ આગળ જતા વાહનો ને.હા.નં.૮ થઈ આગળ જશે.

(૩) નડીઆદ કમળા ચોકડીથી ખાત્રજ ચોકડી થઈ મહેમદાવાદ, અમદાવાદ તરફ જતા મોટા વાહનો નડીઆદ શહેર

(૪) નડીઆદથી સલુણ થઈ ડાકોર તરફ જતા વાહનોને ચકલાસી ભાગોળથી ડાયવર્ટ કરી કોલેજ રોડ થઈ ને.હા.નં.૮ ઉપર થઈ આગળ જશે.

(૫) નડીઆદ બિલોદરા જેલ ચોકડીથી મહુધા થઈ કઠલાલ તરફ જતા મોટા વાહનો ડભાણ ને.હા.નં.૮ અથવા એકસપ્રેસ-વે થઈ આગળ જશે.

(૬) કઠલાલ ચોકડીથી મહુધા ચોકડી થઈ નડીઆદ, મહેમદાવાદ તરફ આવતા મોટા વાહનો કઠલાલ ચોકડી થઈ લાડવેલ ચોકડી અથવા અમદાવાદ તરફનો રોડ ઉપર થઈ આગળ જશે.

(૭) લાડવેલ ચોકડીથી ડાકોર તરફ આવતા વાહનોને લાડવેલ ચોકડીથી ડાયવર્ટ કરી ફાગવેલ થઈ આગળ જશે.

(૮) અમદાવાદ- ઈન્દોર રોડ ઉપર કઠલાલ તાલુકાના સીતાપુર પાટીયાથી મહીસા થઈ અલીણા ચોકડી તરફથી આવતા મોટા વાહનો કઠલાલ ચોકડી તથા લાડવેલ ચોકડી થઈ આગળ જશે.

(૯) સેવાલીયાથી ડાકોર તરફ આવતા વાહનોને સેવાલીયાથી ટી પોઈન્ટથી ડાયવર્ટ કરી આગળ જશે.

(૧૦) સાવલીથી ગળતેશ્વર બ્રિજ થઈ અંબાવ થઈ ડાકોર તરફ આવતા વાહનોને અંબાવથી ડાયવર્ટ કરી સેવાલીયા તરફ આગળ જશે. આ હુકમ સરકારી વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Next Story