ભુજમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન એક કોંગી કાર્યકર અને પોલીસ કર્મચારી રોડ પર પટકાયાં હતાં. સદનસીબે બંનેનો આબાદ બચાવ થયો હતો....
રાજયમાં હાલ ભાજપ અને કોંગ્રેસના સમાંતર કાર્યક્રમો ચાલી રહયાં છે. આજે શુક્રવારના રોજ ભાજપના રોજગારી દિવસ સામે કોંગ્રેસે રાજયવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ભુજની જે.બી.ઠકકર કોલેજ નજીક કોંગી આગેવાનો અને કાર્યકરો એકત્ર થયાં હતાં. તેમણે સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજયમાં યુવાઓ બેરોજગાર છે તેમ છતાં ભાજપ રોજગારી દિવસના નામે તાયફાઓ કરી રહી છે.
આ તો વાત થઇ વિરોધ પ્રદર્શનની... પણ આ વિરોધ પ્રદર્શન દરમિયાન બે લોકોને ઇજા થતાં સહેજમાં રહી ગઇ હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની પોલીસે અટકાયત શરૂ કરી હતી તે સમયે મચેલી ધમાચકડીમાં એક કાર્યકર સીધો પોલીસ કર્મચારી ઉપર પડે છે અને બંને રોડ પર પટકાય છે. સદનસીબે બંનને કોઇ ઇજા પહોંચી હતી.