Connect Gujarat
ગુજરાત

કચ્છ : ગાંધીધામના કાપડ બજારની ગાડી પાટા પર આવી, વેપારી આલમમાં ખુશી

X

કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરના કાપડ બજારના અર્થતંત્રની ગાડી પાટા પર આવી છે, ત્યારે હવે વેપાર ધંધાને વેગ મળતા વેપારી આલમમાં ખુશીનો માહોલ છવાયો છે.

કોરોના મહામારીના નિયંત્રણો હટી જતા કચ્છના ગાંધીધામ કાપડ બજારના અર્થતંત્રની ગાડી પાટા પર આવી રહી છે. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં અગાઉની જેમ હવે વેપાર ધંધા થઈ રહ્યા છે. જેથી વેપારી આલમમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં અહીના બજારોમાં ઘરાકી જોવા મળે છે. ગાંધીધામના ઝંડા ચોક, ગુરુદ્વારા રોડ, મેઇન માર્કેટ, સરદાર વલ્લભભાઈ પટેલ ચોક, દાદી ગજવાણી માર્કેટ, ઓસ્લો સર્કલ, સુંદરપુરી, ટાગોર રોડ અને આદિપુર સહિતના મુખ્ય સ્થળોએ ઘરાકોની અવરજવર જોવા મળી રહી છે. હાલમાં જ્યારે તહેવારોની સીઝન શરૂ થઈ છે, ત્યારે ગાંધીધામના કાપડ બજારમાં ઘરાકી શરૂ થતાં સારો ધંધો થવાની પણ વેપારીઓએ આશા વ્યક્ત કરી છે.

Next Story