કચ્છ : બોર્ડર વિસ્તારમાં તૈનાત જવાનોને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી
કચ્છ જિલ્લાના રાપરમાં આવેલા બોર્ડર વિસ્તારોમાં તૈનાત સુરક્ષા જવાનોને ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રાખડી બાંધી
BY Connect Gujarat21 Aug 2021 1:09 PM GMT

X
Connect Gujarat21 Aug 2021 1:09 PM GMT
કચ્છ જિલ્લાના રાપરમાં આવેલા બોર્ડર વિસ્તારોમાં તૈનાત સુરક્ષા જવાનોને ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર, ત્યારે રાત-દિવસ સતત સરહદ પર બીએસએફની સીમા ચોકી પર ફરજ બજાવતા જવાનોને રાપર શહેર તથા તાલુકા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી જવાનોને શુભેચ્છા પાઠવી હતી. રાપર તાલુકાના બેલા, મૌઆણા, શિરાંનીવાંઢ તેમજ ધોરાવીરા ખાતે આવેલા બીએસએફના કેમ્પ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Next Story