ગુજરાત ભરમાં સોસિયલ મીડિયામાં મંકી મેન તરીકે નામના ધરાવતા સ્વપ્નિલ સોની મહીસાગર જિલ્લાના લુણાવાડાના સલેરા ગામના નાયક ફળિયાના ગરીબ લોકોની મદદે આવ્યા હતા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું.
સેવાથી મોટો કોઈ ધર્મ નથી ત્યારે સાચા અર્થમાં સેવાનું ઉત્તમ ઉદાહર પૂરું પડ્યું છે લુણાવાડા નગરની સેવાભાવી સંસ્થા બીઇંગ હ્યુમન ગ્રુપના સહયોગ થકી આજ રોજ મંકી મેન તરીકે સોસિયલ મીડિયામાં પ્રચલિત થયેલ સ્વપ્નિલભાઈ સોની. લુણાવાડાના સલેરા ગામના નાયક ફળિયામાં ઝૂપડીમાં રહેતા અતિ ગરીબ લોકોની મદદ કરવા અમદાવાદથી આવી પોહચ્યાં હતા ત્યારે ચોમાસાના વરસાદી વાતાવરણમાં પવન સાથે વારંવાર વીજળી જવાની ઘટના સામાન્ય છે ત્યારે આવ ગરીબ લોકોના ઘરમાં હજુ પણ પાકી દીવાલ, કે વીજળી નથી તેવા ઘરની મુલાકાત કરી તેમને કપડાં, જમવાનું, પુસ્તકો તેમજ રાત્રિ દરમિયાન લાઇટ આપે તેવી ચાર્જિંગ બેટરીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નાના બાળકોને ભોજન કરાવી સેવા કાર્ય કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કપિરાજ પ્રત્યેના પ્રેમના કારણે લોકોં તેમને મંકીમેનના નામથી ઓળખે છે. સ્વપ્નિલ સોની નામના આ ગુજરાતીને દૂરથી જોઈને પણ કપિરાજો તેની પાસે આવી પહોંચે છે અને તેઓ કપિરાજને ભોજન જમાડે છે.