Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં વરસાદના કારણે આજે અનેક ટ્રેનો રદ્દ, ST બસના પણ અનેક રૂટ બંધ

રાજ્યમાં અવિરત થઇ રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે

રાજ્યમાં વરસાદના કારણે આજે અનેક ટ્રેનો રદ્દ, ST બસના પણ અનેક રૂટ બંધ
X

રાજ્યમાં અવિરત થઇ રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છેત્યારે ભારે વરસાદના કારણે ડભોઇ અને એકતા નગર સ્ટેશનો વચ્ચે ટ્રેન ટ્રેક ખરાબ થઈ ગયા છે. તેવી માહિતી વડોદરા મંડળને મળી છે. જેને લઈને પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનો કેન્સલ કરવા અને કેટલીક આંશિક રૂપથી કેન્સલ કરી દેવામાં આવી છે.

પશ્ચિમ રેલવે તરફથી જે માહિતી આપવામાં આવી રહી છે તે મુજબ ટ્રેન નંબર 09107, પ્રતાપ નગર-એકતા નગર (પ્રતાપ નગર-એકતા નગર) MEMU, ટ્રેન નંબર 09108, એકતા નગર-પ્રતાપ નગર (એકતા નગર-પ્રતાપ નગર) MEMU, ટ્રેન નંબર 09109, પ્રતાપ નગર-MEMU, ટ્રેન નં. ટ્રેન નંબર 09110, એકતા નગર-પ્રતાપ નગર મેમુ, ટ્રેન નંબર 09113, પ્રતાપ નગર-એકતા નગર મેમુ, ટ્રેન નંબર 09114, એકતા નગર-પ્રતાપ નગર મેમુ, ટ્રેન નંબર 20947, અમદાવાદ-એકતા નગર (શતાબ્દી નગર) એકતા નગર જન શતાબ્દી) રદ કરવામાં આવી છે.તો બીજીબાજુ ગુજરાત એસટી નિગમને અનેક રૂટ રદ્દ થવા થી મોટું નુકસાન થયું છે રાજ્યમાં ભારે વરસાદના અત્યારે 62 રૂટો બંધ કરી દેવામાં આવ્યાં છે. આ 62 રૂટો પર 201 ટ્રીપ કેન્સલ કરી દીધું છે. યાત્રા રદ થવાની એસટીને 3.16 લાખનું નુકસાન થયું છે.

Next Story