Connect Gujarat
ગુજરાત

નર્મદા : કોઈપણ સ્વાર્થ વગર નિરાધાર બાળકોને શિક્ષણ આપતા 2 શિક્ષિત યુવાનો...

રાજપીપળામાં વિશ્વકર્મા મંદિર નજીક રહેતા મહર્ષિ વ્યાસ બારડોલી ખાતે એન્જીનીયરીંગના ચોથા વર્ષમાં આભ્યાસ કરે છે

X

તા. 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન... આજે દેશભરમાં શિક્ષકોનું સન્માન થશે, શિક્ષણની વાતો થશે. પરંતુ આજે તમને એક એવા શિક્ષિત યુવાનની વાત કરીએ છે કે, જે ગરીબ અને નિરાધાર બાળકોને સરકારી કચેરીના ઓટલા પર 2 કલાક શિક્ષણ આપી રહ્યા છે. કોઈ પણ સ્વાર્થ વગર અને કોઈ પણ ફી લીધા વગર તેઓ બાળકોને ભણાવી રહ્યા છે.

નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિશ્વકર્મા મંદિર નજીક રહેતા મહર્ષિ વ્યાસ બારડોલી ખાતે એન્જીનીયરીંગના ચોથા વર્ષમાં આભ્યાસ કરે છે, જ્યારે તેનો મિત્ર દિશાંત બારીયા પણ એન્જીનીયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, ત્યારે આભ્યાસનું કેટલું મહત્વ છે, જે આ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિધાર્થીઓએ રાજપીપળામાં પ્રવેશતા ગાર્ડન સામે શ્રમજીવી પરિવારના ગરીબ અને નિરાધાર બાળકોને જોયા. જેમાં કેટલાક બાળકોને ભીખ માંગતા પણ જોયા, ત્યારે આ લોકોની શિક્ષણની ચિંતા કરી તેમને ભેગા કરીને શિક્ષણ લેવાની વાત કરી. તેમને 2 કલાક ટ્યુશન આપવાની વાત કરી તેમના માતાપિતાને સમજાવ્યા, અને ધીરે ધીરે 15થી 20 જેટલા બાળકો શિક્ષણ મેળવતા થયા છે. જરૂર પડે આ યુવાનો ચોપડા અને નોટો પેન્સિલ, પેન પણ પોતાની પાસેના રૂપિયામાંથી લાવી આપતા. ખરું શિક્ષણ આ છે કે, પોતે શિક્ષણ નથી પણ ગરીબ અને નિરાધાર 20 જેટલા બાળકોમાં શિક્ષણની ભૂખ જગાડી તેમને શિક્ષણ આપી રહ્યા છે.

Next Story