નર્મદા : દશામાંના વ્રત પર કોરોનાની અસર; એક દિવસ પહેલા પણ બજારમાં નથી ઘરાકી

શ્રાવણ સુદ પડવાથી એટલે રવિવારથી દશા માતાજીના વ્રતનો પ્રારંભ થાય છે

New Update

શ્રાવણ સુદ પડવાથી એટલે રવિવારથી દશા માતાજીના વ્રતનો પ્રારંભ થાય છે પરંતુ રાજપીપલા શહેરમાં વ્રત શરૂ થવાના એક દિવસ પહેલા પણ બજારમાં મંડી જોવા માલી રહી છે જેના કારણે વેપારીઓમાં નિરાશા જોવા મળી.

દશામાંનાં વ્રતને હવે ગણત્રીનાં માત્ર એક દિવસ જ બાકી છે ત્યારે માંઇ ભક્તોમાં એકબાજુ અનેરો ઉત્સાહ છે. પરંતું કોરોનાના કહેરને લઇને સરકારની ગાઇડ લાઇનનું પણ પાલન કરવાનું હોય ભાવિકો દ્વીધા અનુભવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં દર વર્ષે 5 થી 6 હજાર નાની મોટી દશામાતાજીની મૂર્તિઓનું સ્થાપન માઈ ભક્તો કરતા હોય છે. કોરોના કાળમાં ગત વર્ષે કોરોનાને લઈને સરકાર દ્વારા મંજૂરી મળી ન હતી જેને કારણે કેટલાક માઇભક્તો ઘરમાં નાની મૂર્તિનું સ્થાપન કરીને વ્રત કર્યું હતું. આ વર્ષે કોરોના સંક્રમણના કેસો ઓછા થતાં સરકારે છૂટછાટ વધારી છે અને ગણપતિ મહોત્સવ પણ 4 ફૂટની મૂર્તિનું સ્થાપન કરવાની સરકારે જાહેરાત કરી છે જેથી વેપારીઓ પહેલાની જેમ ધંધો કરવા અને મૂર્તિઓનો સ્ટોક કરવાનું શરૂ કર્યું હતું પરંતુ હવે કોરોનાના કારણે બજારમાં ઘરાકી હજુ પણ જોવા મળતી નથી. રાજપીપળાના બજારોમાંથી મૂર્તિઓનો ઉપાડ થતો ન હોવાથી વેપારીઓને આર્થિક મોટો ફટકો પાડવાની ભીતિ સેવાઈ છે. જેથી રાજપીપલા શહેરમાં મૂર્તિ કલાકારો અને વેપારીઓ નિરાશ થયા છે.