પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાને લઈને ખેડૂતોમાં હાલ ભારે દોડધામ મચી છે.કેમ કે ખેડૂતોના ખાતામાં જે 2000 રૂપિયા જમા થાય છે. તેના માટે KYC કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ખાટલે મોટી ખોટ એવી છે કે સારવાર વારંવાર ખોટકાઈ જાય છે. લોકો સવારના 8 વાગ્યાના KYC કરાવવા રાજપીપલા મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર પર ભીડ જમાવે છે પરંતુ સારવારથી જ સર્વર ખોટકાતા લોકો પોતાના ખાતાના KYC માટે કલાકો ઉભા રહે છે..ખાધા પીધા વગર આખો દિવસ આ ખાતાનું KYC માટે દોડે છે.પણ KYC થતું નથી.સરકારના નિયમ પ્રમાણે VC નામના ડેટા એન્ટ્રી ઓપરેટર મુકવામાં આવ્યા છે.જે લોકો ગ્રામ્ય કક્ષાએ કામ ન કરતા હોય લોકો રાજપીપલા દોડે છે.
ત્યારે સરકાર ગામેગામ જઈ ને આ કામગીરી કરાવડાવે તો.ખેડૂતોની ખેતીનો મજુરી સમય બગડી દોડાદોડ ના કરી શકે. જોકે આ બાબતે ટેક્નિશિયનનું કહેવું છે કે ખેડૂતો રાજપીપળા બધા kyc કરાવવું દોડે છે પરંતુ આખા રાજ્યમાં આ કામગીરી ચાલતી હોય બધા એન્ટ્રી કરતા હોય વેબસાઈડ ચાલતી નથી. લોકો એટલે આખો દિવસ ઉભા રહીને એન્ટ્રી કરાયા વગર પાછા ફરવું પડે છે. તો સરકાર દ્વારા બે ત્રણ વેબસાઈડ ચાલુ કરવામાં આવે અથવા ગામેગામ VC વધારે એ જરૂરી બન્યું છે.