New Update
ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળ ના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વ ની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.
આ અવસરે કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણીઓ, સાંસદશ્રીઓ અને રાજ્ય સરકાર ના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે તો નવું મંત્રીમંડળ 2 દિવસમાં શપથ લે તેવી શક્યતા છે.