Connect Gujarat
ગુજરાત

રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીની સરકારના પ્રવકતા તરીકે નિમણૂક

રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીની સરકારના પ્રવકતા તરીકે નિમણૂક
X

નવ નિયુક્ત ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા ગુજરાત સરકાર દ્વારા બે મંત્રીઓને પ્રવક્તા બનાવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.જે મંત્રીઓને સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા છે. તેમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી ને સરકાર તરફથી પ્રવક્તા નિમણુંક કરવામાં આવ્યા છે બને મંત્રીઓ સરકારના નિર્ણયને બ્રિફિંગ કરશે .

હાલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ છે પરંતુ તેની પહેલા જીતુ વાઘાણી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા અને ફરીથી તેમને ભાજપમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા હવે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદી તેમજ જીતુ વાઘાણીને સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા છે. જેથી આ બંને હવે સરકારનો પક્ષ રજૂ કરશે.

Next Story