સાબરકાંઠા : ઇડર ઘાંટી ડુંગરની તળેટીમાં રહેતી મહિલાના મકાનમાંથી SOG પોલીસને ગાંજાનો જથ્થો મળી આવ્યો

New Update

આગામી દિવસોમાં નિકળનારી રથયાત્રા અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે ઇડર ઘાંટી રોડ ઉપર આવેલ ડુંગરની તળેટીમાં રહેતી મહિલાના મકાનમાં દરોડા પાડી 2.121 કિલોગ્રામ ગાંજો જેની કિંમત 21210 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. ત્યારબાદ SOG પોલીસ ટીમ દ્વારા મહિલા આરોપીને ઇડર પોલીસ મથકે લાવી એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisment