Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચુંક મામલાની આગ ગુજરાતમાં ભભૂકી...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા જીલ્લા તાલુકા યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા કોગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા : પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચુંક મામલાની આગ ગુજરાતમાં ભભૂકી...
X

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા જીલ્લા તાલુકા યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા કોગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ ફિરોઝપુરની સભામાં સુરક્ષા ચુંકના મામલે પંજાબના ફિરોઝપુરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાના રૂટ ઉપર સુરક્ષાના મામલે ગંભીર ક્ષતી હતી. જેથી ત્વરિત નિર્ણય લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા સંભાળતા SOG ના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી સભા રદ કરી દિલ્હી પરત ફર્યા હતા. સદરહુ કાવતરું સુનિયોજિત હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ સરકાર દ્વારા સુનિયોજિત કાવતરું કરવામાં આવ્યુ અને પ્રધાનમંત્રીની સુરક્ષા અંગે પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા ગંભીર ક્ષતિ કરવામાં આવેલ તેના વિરોધમાં ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકો યુવા મોરચો મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્માના હાર્દસમા સરદાર ચોકમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી સૂત્રોચાર કરવામાં આવ્યું છે. વિરોધ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન એપીએમસીના ચેરમેન જશુ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હિતેશ પટેલ, ઉપપ્રમુખ પલ્લવ રાવલ, જિલ્લા મંત્રી મીના જોશી, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરેશ પટેલ, પૂર્વ વિરોધ પક્ષના નેતા શીવા પરમાર, ખેડબ્રહ્મા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અરવિંદ ઠક્કર, નગરપાલિકાના કોર્પોરેટરો યુવા મોરચાના પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ મહિલા મોરચાના પ્રમુખ પુષ્પા ગોસ્વામી. નીતા મહેતા, યુવા મોરચાના કાર્યકર્તાઓ શહેરા તાલુકાના સિનિયર કાર્યકર્તાઓ આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Next Story