સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે વર્ષોથી ભરાતો "પલ્લી મેળો" મોકૂફ, ભક્તોએ સાદગીપૂર્વક દર્શન કર્યા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી રાત્રીના સમયે ભરાતો પલ્લી મેળો આ વર્ષે કોરોના મહામારીના ભય વચ્ચે મોકૂફ રાખવામાં આવ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી રાત્રીના સમયે ભરાતો પલ્લી મેળો આ વર્ષે કોરોના મહામારીના ભય વચ્ચે મોકૂફ રાખવામાં આવ્યો છે.

આધશક્તિ પાર્વતીના નવ અવતારોમાં દ્રિતીયમ બ્રહ્મચારીણીમ્એ બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ બ્રહ્મચારીણી એજ બ્રહ્માણી સ્વરૂપે સર્વત્ર પૂજાવા લાગ્યાં અને અસુરોના સંહાર વખતે બ્રહમાણીએ પોતાના કમંડળમાં રહેલ જળનો છંટકાવ કરીને અસુરોને શક્તિહીન બનાવી દીધા હતાં, જ્યારે ચાણોદથી નર્મદા નદી અને સાબરમતીના ઉત્તર ભાગને નૈમેષારણ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. જેથી પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન શસ્ત્રો આ ધાઢ જંગલોમાં ખીજડાના ઝાડ ઉપર સંતાડવામાં આવ્યા હતા. અજ્ઞાતવાસ પછી જ્યારે તેઓ પાછાં ફર્યા ત્યારે તેમનાં શસ્ત્રો સલામત પાછાં મળ્યા તે સ્થાન રૂપાવટી નગરી એટલે કે, હાલનું રૂપાલ ગામ અને માતાજીએ તેમને વિજયી થયાનું વરદાન આપ્યું હતું. તેથી રૂપાલના વરદાયિની કહેવામાં બીજો શાસ્ત્રો સાબરમતીના જંગલમાંથી પ્રાપ્ત થયા તે સ્થાનને પાંડવોએ પ્રાપ્તિપુરી નગરી વસાવી તેનું અપભ્રંશ થતાં પ્રાંતિજ નગર બન્યું.

શસ્ત્રો પ્રાપ્ત થતાં પાંડવોએ યજ્ઞ કર્યો માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર ચોખ્ખા ધીનો અભિષેક કર્યો ત્યારબાદ દર આસો સુદ-9 (નોમ)ના દિવસે પલ્લી કાઢવામાં આવે છે, જ્યારે આજના યુગમાં સોનાની પલ્લી બનાવી શકાય તેમ ન હોવાથી તેના પ્રતિક રૂપે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવવામાં આવે છે. પ્રાંતિજમી નાની ભાગોળ પટેલ વાસમાં સૌ પહેલાં રાજપૂતો અને બ્રાહ્મણો રહેતા હતા. માતાજી રાજપૂતના ઘરે કુંવારીકારૂપે જન્મ્યા હતા. તેમના પિતાએ ઓજલના રીવાજને લઇ નવરાત્રીમાં ગરબે રમવા ન જવા દેતા તેઓને માઠું લાગી આવતા માર્કન્ડેશ્વર મહાદેવ મંદિર રામદ્વારા નજીક વાવમાં પડતું મૂક્યું હતું. ત્યારબાદ રાજપૂતોએ વાવમાં તપાસ કરતાં ફક્ત થોડા ફુલો જ હાથ લાગ્યા હતાં, જ્યારે હાલ પટેલ વાસ આવેલો છે, ત્યાં પહેલા રાજપૂતોની વસ્તી હતી। એટલે માઢ પાસે આજે પણ રાજપૂતોની સ્ત્રીઓને દર્શન કરાવવાનો રીવાજ આજેય છે. જોકે, આજે એક પણ રજપૂત સમાજનું ઘર કે, કુટુંબ આવેલ નથી. પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જણવાઇ રહી છે. માઢ સુધી પલ્લી યાત્રા લઇ જવામાં આવે છે, અને પછી મંદિરથી એક કિલોમીટર દૂર રાવળ વિસ્તારની બાજુમાં આવેલ એક ખેતરમાં ઠંડી પાડવામાં આવે છે. તો આજેય હજારોની સંખ્મા માઇભકતો બ્રહ્માણી મંદિર ખાતે આવી પલ્લીના દર્શન કરી પલ્લીમાં ધી ચઢાવી માનતા રાખી રહ્યા છે. માનતા પૂર્ણ થતા હજારોની સંખ્યામાં માઇભકતો માનતા પૂર્ણ કરવા માટે નોમના દિવસે મંદિર ખાતે આવીને ધી ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જોકે, દર વર્ષે હજારો મણ ધીનો અભિષેક થાય છે, ત્યારે આ વર્ષે કોરોના ભયના કારણે અહી ભરાતો પલ્લી મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. જેથી અહી ભરાતો પલ્લી મેળો નહી ભરાતા સાદગીપૂર્વક ભક્તોએ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.