દુષ્કાળના ડાકલા! ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 20 મીટર ખાલી

New Update

આ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે.

હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે. સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે 28 ઓગષ્ટ, 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. નર્મદા જિલ્લામાં સિઝનનો અત્યારસુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ સારો છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ખૂબ ઓછો વરસાદ છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.