Connect Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપની ઉથલપાથલ: શંકરસિંહ વાઘેલાએ કહ્યું હવે તો યુદ્ધ એ જ કલ્યાણ

ગુજરાત ભાજપની ઉથલપાથલ: શંકરસિંહ વાઘેલાએ કહ્યું હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
X

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી ઉથલપાથલ ચાલી રહી છે, રાજ્યમાં દોઢ વાગે નવા મંત્રીમંડળનાં શપથગ્રહણ છે ત્યારે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ સૂચક નિવેદન આપ્યું છે. ઈશારા ઈશારામાં શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે કે યુદ્ધ એ જ કલ્યાણ.

ભારતીય જનતા પાર્ટીએ નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી લાગુ કરી છે જે બાદ ઘણા સિનિયર નેતાઓનાં પત્તાં કપાઈ ગયા છે, જોકે ભાજપનાં નેતાઓ પાર્ટી જે નિર્ણય કરે તો શિરોમાન્ય છે તેવું કહી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કહ્યું છે કે આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી.

પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારનાં કૌરવો સામે લડવું એજ ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે. આવી પરિસ્થિતિ આવે તો 'અર્જુન' તારે નિઃસંકોચ યુદ્ધ કરવું પડશે.

Next Story