Connect Gujarat
ગુજરાત

રાજ્યના તમામ સરકારી તબીબોની હડતાળ સમેટાઈ, સરકારે માંગ પૂરી કરવા આપ્યું આશ્વાસન

ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટર્સે 4 દિવસથી હડતાળ પર છે. ત્યારે હવે આજે સાંજથી ડૉક્ટર્સે હડતાળ સમેટવા નું આશ્વાસન આપ્યું છે.

રાજ્યના તમામ સરકારી તબીબોની હડતાળ સમેટાઈ, સરકારે માંગ પૂરી કરવા આપ્યું આશ્વાસન
X

ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટર્સે 4 દિવસથી હડતાળ પર છે. ત્યારે હવે આજે સાંજથી ડૉક્ટર્સે હડતાળ સમેટવા નું આશ્વાસન આપ્યું છે. અંતે રાજ્યના તબીબોની હડતાળ સમેટાઈ છે. ગાંધીનગરથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકાર દ્વારા ડૉક્ટરોને ખાતરી અપાઈ છે. એડહોક સેવા સળંગ કરવાનો જલ્દીથી નિર્ણય લઇશું. હડતાળનો સુખદ અંદ આવ્યો છે

રાજ્યમાં તબીબોની હડતાળ ને લઈને અલગ અલગ સંગઠનોમાં ભાગલા પડ્યા છે.GIDA સાથે જોડાયેલા રાજ્યના 4 હજાર સરકારી ડોક્ટર ડ્યુટીમાં જોડાયા છે.CHC અને PHC કેન્દ્ર પર તબીબો કામ પર જોડાયા છે.CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા મળેલી બાંહેધરી બાદ GIDA સાથે જોડાયેલા તબીબોએ હડતાળ સમેટી લીધી છે. સોમવાર સુધી GIDA સાથે જોડાયેલા તબીબો સરકારના ઠરાવ રાહ જોશે. રાજ્યના કુલ 10 હજાર તબીબો હડતાલ પર બેઠા હતા.10 હજાર તબીબો માંથી 4 હજાર તબીબોએ હડતાળ સમેટી લીધી છે.

રાજ્યના તમામ સરકારી તબીબોની હડતાળ સમેટાઈ, સરકારે માંગ પૂરી કરવા આપ્યું આશ્વાસનહડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિયેશન, GMS કલાસ 2 મેડીકલ ઓફિસર્સ એસોસિએશન, ESIS ડૉક્ટર એસોસિયેશનના ડોક્ટરોનો સમાવેશ થાય છે આજ સાંજથી હડતાળ પુરી થતા રાજ્યમાં મેડિકલ સેવાઓ બહાલ થશે અને છેલ્લા 5 દિવસથી પરેશાન દર્દીઓને પણ રાહત મળશે

Next Story