Connect Gujarat
ગુજરાત

કોરોનાના કહેર બાદ તહેવારનો જોવા મળ્યો અસલી રંગ, રક્ષાબંધનની હર્ષોલ્લાસથી ઉજવણી

રવિવારના રોજ રાજયભરમાં રક્ષાબંધનના પર્વની હેતથી ઉજવણી કરાય હતી

X

કોરોનાના કહેર બાદ પ્રથમ વખત તહેવારોની ઉજવણીનો અસલી રંગ જોવા મળ્યો હતો. રવિવારના રોજ રાજયભરમાં રક્ષાબંધનના પર્વની હેતથી ઉજવણી કરાય હતી...

ભારત દેશમાં છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી કોરોનાની મહામારી ચાલી રહી છે જેના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડયો હતો. ગત વર્ષે તમામ તહેવારોને એકદમ સાદગીથી ઉજવવામાં આવ્યાં હતાં. કોરોનાનો કહેર ઓછો થયાં બાદ પ્રથમ તહેવાર રક્ષાબંધનનો આવ્યો છે ત્યારે દોઢ વર્ષ બાદ તહેવારની ઉજવણીનો અસલી રંગ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ રસ્તાઓ પર લોકોની ચહલપહલ જોવા મળી હતી. બહેનોએ પોતાના ભાઇના હાથે રાખડી બાંધી તેમની સલામતી અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. ભાઇઓએ પણ બહેનોને ભેટસોગાદોથી નવાજી હતી. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાય હતી.

ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ ભાઇ અને બહેનના નિસ્વાર્થ પ્રેમના પર્વની ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે રોટરી ક્લબ તેમજ નારીશક્તિની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી હતી.

રક્ષાબંધન પર્વની ઉજવણી રાજકીય નેતાઓએ પણ કરી હતી. રાજયના પુરવઠામંત્રી જયેશ રાદડીયાએ તેમના વતન જામકંડોરણામાં જયારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરત ખાતે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હતું.

Next Story