Connect Gujarat
ગુજરાત

કચ્છની વર્ષો જૂની માંગણી મિનિટોમાં માનવામાં આવી, દુધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. સુધી વિસ્તરણ કરવાની રાજ્ય સરકારની જાહેરાત

ભૂજ-અંજાર ના લોકોની વર્ષો જૂની માંગને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

કચ્છની વર્ષો જૂની માંગણી મિનિટોમાં માનવામાં આવી, દુધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. સુધી વિસ્તરણ કરવાની રાજ્ય સરકારની જાહેરાત
X

ભૂજ-અંજાર ના લોકોની વર્ષો જૂની માંગને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા નિવારવા કચ્છની દુધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. સુધી વિસ્તરણ કરવા અંગેની જાહેરાત ભૂપેન્દ્ર પટેલે કરી છે. જેને પગલે વિસ્તારવાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી કચ્છ શાખા નહેર માંથી નીકળતી દુધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ ૪૫ કિલોમીટર લંબાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેનાલ શાખા નહેર દૂધથી કુંડારિયા સુધી વિસ્તરણ કર્યા બાદ અંજાર અને ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગનો અંત આવશે. આ વધારાની ૪૫ કિ.મી. લંબાઈમાં ૧૭૬ જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દુધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખું કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશ આપ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી આ માંગણી પડતર હતી પણ હવે રાજ્ય સરકારના નિર્ણયથી આ વિસ્તારના લોકોને પાણી મળશે નર્મદા યોજનાની કચ્છ શાખા નહેર માંથી નીકળતી દુધઈ પેટા નહેરને ₹1550 કરોડના અંદાજિત ખર્ચે ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવાનો કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં નિર્ણય કર્યો છે

Next Story