Connect Gujarat
ગુજરાત

PM મોદી સાથે રાજ્ય સરકારના આ 3 મંત્રીઓએ કરી મુલાકાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓના પ્રવાસો શરૂ થયા છે.

PM મોદી સાથે રાજ્ય સરકારના આ 3 મંત્રીઓએ કરી મુલાકાત
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓના પ્રવાસો શરૂ થયા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ હવે ગુજરાતના પ્રવાસ વાધારી દીધા છે. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરી રહ્યાં છે.

ત્યારે ગતરોજથી ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ સાથે મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યના મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ અને મકાન મંત્રી પુરણેશ મોદી અને રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિસિંહ વાધેલા સાથે મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદીએ આ તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરીને સરકારની કામગીરી જાણી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેમણે રાજ્યની સ્થિતી અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story